પ્રધાનમંત્રીએ આયુષ સેવાઓ સાથે જોડાયેલા લોકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરી વાતચીત
Live TV
-
દેશમાં ફેલાયેલા કોરોના વાયરસના સંકટ રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોથી સતત વિવિધ ક્ષેત્રના લોકો સાથે સંવાદ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ આયુષ સેવાઓ સાથે જોડાયેલા લોકો સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ પોતાના સંવાદમાં આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની સિદ્ધ મેડિસીન્સ સાથે જોડાયેલા ડોક્ટર અને અન્ય પ્રોફેશનલ્સેસાથે વાતચીત કરી હતી.
આ સાથે જ દેશ હાલ કોરોના જેવી મહામારીનો સામનો કરી રહ્યો છે. સેંકડો લોકો આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે ત્યારે આ મહામારીનો સામે લડવા માટે સરકારી કર્મચારીઓથી માંડીને ખાનગી કંપનીમાં કામ કરતાં લોકો મદદ માટે હાથ લંબાવી રહ્યાં છે. અનેક નેતાઓએ પણ પ્રધાનમંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને આ મહામારી સામે લડવા માટે ઉદાર હાથે ફાળો આપવાની અપીલ કરી છે. આ માટે પ્રધાનમંત્રીએ પીએમ કેયર્સ ફંડમાં લોકોને દાન આપવા કહ્યું છે. આ માટે કેન્દ્ર સરકારે એક એકાઉન્ટ નંબર પણ જાહેર કર્યો છે. તે ઉપરાંત નાગરિકો પીએમ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઈન પર જઈને પણ દાન આપી શકે છે.
