Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ કોરોના વાઇરસને નાથવા ભારત તરફથી 10 મિલિયન ડોલરના ઇમરજન્સી ફંડની કરી જાહેરાત

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીએ સાર્ક દેશોના વડાઓ સાથે કોરોના વાઇરસ મુદ્દે વિડીયો કોન્ફરન્સ યોજી

    હાલ વિશ્વમાં કોરોના વાયરસને લઇને સતત ચિંતાનો માહોલ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે SAARC દેશોના વડાઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા કોરોનાની હાલની સ્થિતિ અને તેને કાબુમાં લેવા માટે વિવિધ દેશો દ્વારા લેવામાં આવતા જરૂરી પગલા અંગે ચર્ચા કરી હતી. વિડિયો કોન્ફરન્સમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, પાકિસ્તાનના હેલ્થ મિનિસ્ટર ઝફર મિર્ઝા, ભુતાનના વડાપ્રધાન લોટે શેરિંગ, માલદ્દીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મહંમદ સોલીહ, નેપાળના વડાપ્રધાન, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને અફધાનિસ્તાનના રાષ્ટ્રપતિેએ ભાગ લીધો હતો અને કોરોનાની મહામારીને નાથવા માટે વૈશ્વિક રીતે પ્રયત્નો કરવા માટે કટીબધ્ધતા દર્શાવી હતી. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઇને ચિંતાનો માહોલ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોના વડાઓ સાથે મળીને કોરોના સામે લડવા માટે તૈયારીઓ કરવા માટે ચર્ચા કરી હતી. તો સાથે સાથે કોરોના વાયરસ સામે લડવા માટે ભારત તરફથી 10 મીલીયન ડોલરના ઇમરજન્સી ફંડની જાહેરાત કરી હતી. જે કોરોના સામેની લડતમાં ઉપયોગમાં લેવાશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply