પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને સિવિલ સર્વિસ ડેનાં પ્રસંગે સિવિલ સર્વન્ટ્સને શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિવિલ સર્વિસીસ ડે નિમિત્તે તમામ સિવિલ સર્વન્ટ્સને શુભેચ્છા પાઠવી છે. મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે, "સિવિલ સર્વિસીઝ ડે નિમિત્તે તમામ સિવિલ સર્વન્ટ્સને શુભકામનાઓ. જુદા જુદા ભૂપ્રદેશમાં અને જુદા જુદા ક્ષેત્રોમાં તેઓ આપણા નાગરિકોને મદદ કરવા અને રાષ્ટ્રીય પ્રગતિને વધારવા માટે અથાગ કાર્ય કરી રહ્યા છે. તેઓ સમાન ઉત્સાહથી દેશની સેવા કરે છે."
