ભારત બાયોટેકે કોવેક્સીન રસીની ઉત્પાદન ક્ષમતાં વધારી વાર્ષિક 70 કરોડ ડોઝનાં ઉત્પાદન સુધીની કરી
Live TV
-
ભારત બાયોટેકે કોવેક્સીન રસીની ઉત્પાદન ક્ષમતાં વધારી વાર્ષિક 70 કરોડ ડોઝનાં ઉત્પાદન સુધીની કરી છે. સરકારે વેક્સીન બનાવતી કંપનીઓને લગભગ 4 હજાર 500 કરોડ રૂપિયાની ચૂકવણીની સોમવારે મંજૂરી આપી દીધી છે. આ કંપનીઓમાં ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીય્યુટ ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. સીરમ ઈન્સ્ટીટયુટ ભારતમાં એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડનું ઉત્પાદન કરી રહ્યું છે. આગામી પહેલી મે થી દેશમાં 18 વર્ષથી વધુની વયનાં તમામ નાગરિકો માટે રસીકરણ શરૂ કરવામાં આવી રહ્યું હોવાથી આ પગલું ભરવામાં આવી રહ્યું છે. સીરમ ઈન્સ્ટીય્યુટ ઓફ ઈન્ડિયા 20 કરોડ ડોઝ અને ભારત બાયોટેક 9 કરોડ ડોઝનો જથ્થો જુલાઈ સુધીમાં સરકારને આપશે. આ માટે અગાઉથી નક્કી કરાયેલી કિંમત 150 રૂપિયા પ્રતિ ડોઝ લેખે ચૂકવણી કરાશે. ભારત બાયોટેકે કહ્યું છે કે ચરણબધ્ધ રીતે ઉત્પાદન વધારવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું છે તેની પાસે BSL-3 એકમો હોવાથી તે ઓછા સમયમાં રસીની ઉત્પાદન ક્ષમતા વધારી શકે છે.
