મહારાષ્ટ્રમાં નાસિકની હોસ્પિટલમાં સર્જાઈ દુર્ઘટના, 22 દર્દીઓનાં મોત
Live TV
-
મહારાષ્ટ્રનાં નાસિકમાં આવેલી ઝાકીર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કમાં લીકેજ થવાના કારણે 22 દર્દીઓનાં મૃત્યુ થયા છે. હોસ્પિટલમાં 150 દર્દી દાખલ છે હતા જેમાંથી 23 દર્દી વેન્ટિલેટર પર હતા. હોસ્પિટલમાં ઓક્સિજન રિફિલિંગ કરતા સમયે ઓક્સિજન લીક થયો હતો. આ ઘટના અંગે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રીએ ટ્વિટ કરી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આવા કપરા કાળમાં મારી સંવેદના મૃતકોનાં પરિવાર સાથે છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે સાથે જ સરકારે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
