રેમડેસિવીર પર કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવીઃ ડી. વી. સદાનંદ ગૌડા
Live TV
-
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડી. વી. સદાનંદ ગૌડાએ ટ્વીટરનાં માધ્યમથી જાણકારી આપી છે કે ફાર્માસ્યુટિકલ્સ વિભાગની ભલામણ પર તત્કાળ આવશ્યકતા પર વિચારણા કરીને મહેસૂલ વિભાગે રેમડેસિવીર અને તેના એપીઆઈ/કેએસએમ પર કસ્ટમ ડ્યુટી માફ કરી દીધી છે. તેમણે વધુમાં કહ્યું કે આ પગલું રેમડેસિવીર ઈન્જેક્શનની ઘરેલુ ઉપલબ્ધતામાં વધુ વધારો કરશે.
