પ્રધાનમંત્રીએ તિરૂપતિ મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની આરતી અને પૂજા અર્ચના કરી
Live TV
-
માલદીવ અને શ્રીલંકાની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન વેંકટેશ્વરન દર્શનાર્થે તિરૂપતિ મંદિર ખાતે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાગોપરમ દ્વારથી પ્રવેશ કર્યો હતો, તેમની સાથે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી Y.S.જગન મોહન રેડ્ડી પણ હતા.
માલદીવ અને શ્રીલંકાની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન વેંકટેશ્વરન દર્શનાર્થે તિરૂપતિ મંદિર ખાતે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાગોપરમ દ્વારથી પ્રવેશ કર્યો હતો, તેમની સાથે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી Y.S.જગન મોહન રેડ્ડી પણ હતા. પ્રધાનમંત્રીએ મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની આરતી અને પૂજા અર્ચના કરી હતી. તો બીજી તરફ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ચાહકો પીએમ મોદીની એક ઝલક માટે પરિસરમાં ભેગા થયા હતા. અગાઉ પ્રધાનમંત્રીએ જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું , કે જય પરાજયનું અમારા માટે મહત્વ નથી, દેશ સેવા અને જન સેવા , એ જ અમારી સરકારનો ઉદેશ્ય છે
