Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ દહેરાદૂનમાં 18000 કરોડનાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું કર્યું ઉદ્દઘાટન 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં સાત પરિયોજનાઓનું ઉદ્દઘાટન કર્યું. મોદીએ અન્ય 11 પરિયોજનાઓની શિલાન્યાસ વિધિ કરી, એ યોજનાઓ પાછળ લગભગ 18 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમાં દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનો પણ સમાવેશ થાય છે. તેની પાછલ આશરે 8 હજાર ત્રણસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે, તેને પગલે દિલ્હીથી દહેરાદૂન વચ્ચેના પ્રવાસ પાછળનો સમય સાડા છ કલાકથી ઘટીને માત્ર અઢી કલાક થશે. તેમાં એશિયાના સૌથી મોટા એટલે 12 કિલોમીટર જેટલો વન્યજીવો માટેના ઉંચા કોરિડોરનો પણ સમાવેશ થાય છે, જે હેઠળ વન્યજીવો કોઇ પણ રોક ટોક વગર અવરજવર કરી શકે તેવી સુવિધા હશે. દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોર પરિયોજના પાછળ બે હજાર કરોડ રૂપિયાથી વધારે રકમનો ખર્ચ થશે, જેને કારણે દિલ્હીથી હરિદ્વાર સુધીના પ્રવાસ પાછળનો સમય પણ ઘટી જશે. તેને કારણે આંતરરાજ્ય પર્યટનને પણ વેગ મળશે.

    લક્ષ્મણઝૂલાની બાજુમાં ગંગા નદી પર એક પુલનું પણ નિર્માણ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ દહેરાદૂનમાં 700 કરોડ રૂપિયાથી વધારે રોકાણ ધરાવતી પાણી પુરવઠો, સડક અને પાણીના નિકાલ અંગેની પ્રણાલીના વિકાસ સાથે સંબંધિત પરિયોજનાઓની શિલાન્યાસ વિધિ કરી. શ્રી બદ્રીનાથધામ અને ગંગોત્રી-યમનોત્રી ધામમાં પાયાના માળખાકીય વિકાસ કાર્યોની પાયાવિધિ પણ કરી. મોદીએ અન્ય સાત પરિયોજનાઓની શિલાન્યાસ વિધિ કરી દહેરાદૂનમાં યમુના નદી પર નિર્મિત 120 મેગાવોટની વ્યાસી જળવિદ્યુત પરિયોજનાનું  ઉદ્દઘાટન કર્યું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2024 Max Temp : °C Min Temp : °C
apply