પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાને સંબોધી
Live TV
-
પ્રધાનમંત્રીએ મમતા બેનર્જી પર પ્રહાર કર્યા
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પશ્ચિમ બંગાળના બોલ પુર અને રાણા ઘાટમાં ચૂંટણી સભા સંબોધી હતી. જનસભા ને સંબોધતા પ્રધાનમંત્રીએ મમતા બેનર્જીને આડે હાથ લેતા જણાવ્યું કે T.M.C.ના શાસનની ઉંધી ગણતરી હવે શરૂ થઈ ગઈ છે. વધુમાં તેમણે કહ્યું કે કોઈ ગમે તેટલી મુશ્કેલી ઉભી કરશે, પરંતુ દેશ માં કમળ ખિલશે. આ અગાઉ પ્રધાનમંત્રી એ ઝારખંડના લોહર દગામાં એક જાહેર સભાને સંબોધી હતી. જનસભા ને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિપક્ષે હાર નું ઠીકરું EVM પર ફોડવા ની તૈયારી કરી લીધી છે. આ સાથે તેમણે કહ્યું દેશ ને મજબૂત કરવાના પ્રયાસોમાં સરકાર લાગી છે. નક્સલવાદ અને માઓવાદ પર કાબૂ મેળવવા થી જ દિલ્હીમાં મજબૂત સરકાર બની છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કહ્યું કે ઝારખંડ ના એવા વિસ્તારો કે જ્યાં લોકો દિવસે પણ ઘર ની બહાર નિકળવા થી ડરતા હતા ત્યાં આજે પરિસ્થિતિ બદલાઈ રહી છે.
