Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ 'મૈ ભી ચોકીદાર' અભિયાન દ્વારા ભાજપના કાર્યકર્તાઓ અને સમાજના વિભિન્ન વર્ગોના લોકોને સંબોધિત કર્યા

Live TV

X
  • 'મૈ ભી ચોકીદાર' અભિયાનને સમર્થન આપનારા દેશભરના સેંકડો વ્યવસાયીઓ, વેપારીઓ અને અન્ય લોકો જોડાયા હતા. આ માટે દેશભરમાં 500થી વધુ સ્થળો પર વીડિયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મૈ ભી ચોકીદાર' અભિયાન અંતર્ગત નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ અને સમાજના વિભિન્ન વર્ગોના લોકોને સંબોધિત કર્યા હતા. જેમાં 'મૈ ભી ચોકીદાર' અભિયાનને સમર્થન આપનારા દેશભરના સેંકડો વ્યવસાયીઓ, વેપારીઓ અને અન્ય લોકો જોડાયા હતા. આ માટે દેશભરમાં 500થી વધુ સ્થળો પર વીડિયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અનેક સ્થળેથી પ્રધાનમંત્રીને સવાલ પણ પૂછ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નવી જવાબદારી મળ્યા બાદ તેમની સરકારે ભ્રષ્ટાચારને ડામવા તમામ પ્રકારના પ્રયાસ કર્યા છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે બાલાકોટમાં ભારત દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઇક માટે તેઓ સૈનિકોને શ્રેય આપે છે. તો આ મુદ્દે તેમણે વિપક્ષ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply