પ્રધાનમંત્રીએ રાજ્યસભા સાંસદ ડૉ. મહેન્દ્ર પ્રસાદનાં નિધન પર કર્યો શોક વ્યક્ત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાનાં સાંસદ ડૉ. મહેન્દ્ર પ્રસાદનાં નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ્યસભાનાં સાંસદ ડૉ. મહેન્દ્ર પ્રસાદના અવસાનથી વ્યથિત છું. તેમણે ઘણા વર્ષો સુધી સંસદમાં સેવા આપી અને અનેક સમુદાય સેવાના પ્રયાસોમાં તેઓ અગ્રેસર હતા. તેઓ હંમેશા બિહાર અને તેના લોકોના કલ્યાણ માટે બોલ્યા. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ મહેન્દ્ર પ્રસાદનું એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. 81 વર્ષીય પ્રસાદનું લાંબી માંદગી સામે લડ્યા બાદ રવિવારે રાત્રે નિધન થયું હતું. એરિસ્ટો ફાર્માસ્યુટિકલ્સનાં સ્થાપક મહેન્દ્ર પ્રસાદ બિહારમાંથી સાત વખત રાજ્યસભાનાં સાંસદ હતા અને એકવાર લોકસભામાં પણ ચૂંટાયા હતા.
