પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લામાં જળવિદ્યુત પરિયોજનાઓનો કર્યો શિલાન્યાસ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 11 હજાર 281 કરોડના ખર્ચની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ ઉદ્ઘાટન કર્યા. મંડી પહોંચીને તેમણે પ્રદર્શન નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ ત્યારબાદ હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટર્સ મીટના દ્વિતીય ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારંભમાં ભાગ લીધો. આ બેઠક થકી રૂપિયા 28 હજાર કરોડના રોકાણની પરિયોજનાની શરૂઆત થતાં વિકાસને વેગ મળશે. તેમણે રેણુકાજી બંધ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો.
લગભગ ત્રણ દાયકાઓથી પેન્ડિંગ પડેલો, આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રીના સહકારી સંઘવાદના વિઝન દ્વારા શક્ય બન્યો, જ્યારે છ રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હીને કેન્દ્ર દ્વારા પ્રોજેક્ટ બનાવવા માટે એકસાથે લાવવામાં આવ્યા. 40 મેગાવોટનો આ પ્રોજેક્ટ આશરે રૂ.7000 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. તે દિલ્હી માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે, જે દર વર્ષે લગભગ 500 મિલિયન ક્યુબિક મીટર પાણી પુરવઠો પ્રાપ્ત કરી શકશે.
લુહરી પ્રથમ તબક્કાની જળવિદ્યુત યોજના થકી પ્રતિ વર્ષ 75 કરોડ યૂનિટથી વધુ વીજઉત્પાદન થશે. ધૌલાસિદ્ધ જળવિદ્યુત પ્રોજેક્ટ પણ હમીરપુર જિલ્લાની પ્રથમ જળવિદ્યુત પરિયોજના છે. 66 મેગાવોટની આ પરિયોજના રૂપિયા 680 કરોડ રૂપિયાને ખર્ચે હાથ ધરવામાં આવશે. ઉપરાંત સાવરા-કુડ્ડુ જળવિદ્યુત 111 મેગાવોટની પરિયોજના રૂપિયા બે હજાર 80 કરોડના ખર્ચે તૈયાર થઇ છે. પ્રોજેક્ટ પર થનારા વીજઉત્પાદનને કારણે હિમાચલને વાર્ષિક રૂપિયા 120 કરોડથી વધુની આવક મળતી થશે.
