પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સાથે કરશે ‘પરીક્ષા પે ચર્ચા’, 28 ડિસેમ્બરથી કરી શકાશે નોંધણી
Live TV
-
પ્રધાનમંત્રી સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ 28 ડિસેમ્બરથી MY GOV.IN વેબસાઈટ પર નોંધણી કરાવી શકશે. 28 ડિસેમ્બરથી આગામી 20મી જાન્યુઆરી સુધી નોંધણી કરાવી શકશે. આ માટે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો નોંધણી કરાવી શકે છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથેનો આ કાર્યક્રમ આવતા વર્ષે શરૂઆતનાં સમયમાં યોજાશે. ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત 'મન કી બાત' કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ આ કાર્યક્રમની જાહેરાત કરી હતી.
