Skip to main content
Settings Settings for Dark

વારાણસીમાં કાશી ફિલ્મ મહોત્સવનો પ્રારંભ, 29 ડિસેમ્બર સુધી ચાલશે ફિલ્મોત્સવ

Live TV

X
  • ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં કાશી ફિલ્મ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. આઝાદી કા અમૃત મહોત્સવ અતંર્ગત આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ અભિનેતા અનુપમ ખેર, રવિ કિશન, રાજુ શ્રીવાસ્તવ, મધુર ભંડારકર, સતીષ કૌશિક,મનોજ જોષી સહિતના કલાકારોએ હાજરી આપી હતી. 29 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ફિલ્મ જગતની પ્રસિદ્ધ અભિનેત્રી હેમા માલિની પણ હાજરી આપે તેવી સંભાવના છે. ત્રિદિવસિય મહોત્સવમાં અનેક ફિલ્મી હસ્તીઓ પોતાના લાઈવ પર્ફોમન્સ પણ આપશે. ઉત્તરપ્રદેશમાં પ્રથમવાર આ પ્રકારના ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની થીમ 'દિવ્ય કાશી ભવ્ય કાશી' રાખવામાં આવી છે. આ ફિલ્મ મહોત્સવનાં કારણે યુપીમાં નિર્માણ પામી રહેલા ફિલ્મ સિટીને નવી દિશા મળશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply