પ્રધાનમંત્રીએ લખનૌમાં પરિયોજનાઓનું કર્યુ ઉદ્ઘાટન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રીએ લખનૌમાં સાઇઠ હજાર કરોડ રૂપિયાની એક્યાંસી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશમાં કારોબારીઓનું મહત્વ ખેડૂતો જેટલું જ મહત્વનું છે. ગ્રીન એનર્જી . સોલર -એનર્જી અને કોલસાના ઉત્પાદનમાં થયેલા વધારાની વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, ગામમાં વીજળી વ્યવસ્થા ઊભી કરાઈ છે. જે ગામો , 70 વર્ષથી વીજળીની રાહ જોતા હતા તે ગામોમાં માત્ર 4 વર્ષમાં વીજળી આવી છે. તો આ સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. આ અગાઉ પ્રધાનમંત્રીએ , રૂપિયા ચાર હજાર કરોડની , શહેરી આવાસ અને માળખાકીય સુવિધાને લગતી પરિયોજનાઓનું લોકાપર્ણ કર્યું હતું. સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો
