પ્રધાનમંત્રીએ વારાણસીમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી અહીં ભાજપાના સદસ્યતા અભિયાનનો શુભારંભ કર્યો. પ્રધાનમંત્રીએ વારાણસીના દિનદયાળ ઉપાધ્યાય સંકુલ કલાકેન્દ્રમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી . પ્રધાનમંત્રી અહીં ભાજપાના સદસ્યતા અભિયાનનો શુભારંભ કર્યો . પ્રધાનમંત્રી વારાણસીના દિનદયાળ ઉપાધ્યાય સંકુલ કલાકેન્દ્રમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે.. શે. પ્રધાનમંત્રી આ પ્રસંગે પાંચ નવા લોકોને પોતાના હાથે સભ્ય બનાવી અભિયાનનો વિધીવત શુભારંભ કરાવ્યો છે..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસી ખાતે દેશના આર્થિક વિકાસ અંગેની તમામ આશંકાઓને નકારતા કહ્યું કે, દેશની અર્થ વ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરની બનાવવી શક્ય છે. વધુમાં પ્રધાનમંત્રીએ પક્ષના કાર્યકરોને સંબોધતા કહ્યું કે, ભારતીયોની ક્ષમતા પર શંકા કરતા નિરાશાવાદી લોકોએ, આ અંગે અનેક શંકા જાહેર કરી હતી. પણ નાણાકિય વર્ષ 2019-20નું બજેટ પછી , હવે આપણે નવા ભારતના નિર્માણની વધુ નજીક છીએ.
ઉપરાંત 089 80 80 80 80 ટોલ ફ્રિ ફોન સેવાની પણ શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પક્ષના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. વારાણસી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૃક્ષારોપણ અભિયાનનો પણ આરંભ કરાવ્યો હતો. આ અભિયાન દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર 22 કરોડ છોડ વાવશે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાબતપુર સ્થિત વારાણસી એરપોર્ટ ખાતે , સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
