Skip to main content
Settings Settings for Dark

બજેટ 2019 પર પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રિયા 

Live TV

X
  • લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ આજે રજૂ કર્યું છે. આ બજેટ પર પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત વિપક્ષી નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. 

    આ બજેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દેશનું ડ્રીમ બજેટ છે. આ લોકોની આશાઓનું બજેટ છે. તેનાથી ઉદ્યમ-ઉદ્યમીઓને મજબૂતી મળશે. આ બજેટમાં ગામડા અને ગરીબોને ધ્યાનમાં રખાયા છે. આ બજેટ શિક્ષણને શ્રેષ્ઠ બનાવશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સ્પેસનો ફાયદો લોકોને મળી શકશે. 

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, નવા ભારતને સાકાર કરવા માટ વડાપ્રધાન મોદીના વિચારોને પરિલક્ષિત કરનારું આ બજેટ છે. આ બજેટ ખેડૂતોને સમૃદ્ધ અને ગરીબોને સન્માનપૂર્ણ જીવન વ્યતિત કરવામાં મદદરૂપ થશે. 

    સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સામાન્ય બજેટને દેશના ઝડપી વિકાસને સુનિશ્ચિત કરનાર બજેટ દર્શાવતા કહ્યું કે, આ બજેટ દ્વારા સશક્ત અને સમૃદ્ધ ભારતના સપનાને સાકાર કરી શકાશે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply