બજેટમાં મધ્યમવર્ગને રાહત, 45 લાખનું ઘર ખરીદવા પર દોઢ લાખ સુધીની છૂટ
Live TV
-
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ગામ અને ગરીબી માટે રાહત કરતું બજેટ - 2022 સુધી દરેક ગરીબને ઘર આપવાનો લક્ષ્યાંક - 1.95 કરોડ મકાનોનું કરાશે નિર્માણ - શૌચાલય, વીજળી, પાણી, અને ગેસની પાયાની સુવિધાઓ અંગે કરાઇ જાહેરાતો
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ આ બજેટમાં મહિલાઓ, ખેડૂતો, ગ્રામીણ ભારતને લઈને મોટી જાહેરાત કરી છે. જો કે ટેક્સ સ્લેબમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નાણામંત્રીએ મધ્યમવર્ગને રાહત આપતી એક જાહેરાત પણ કરી છે. મધ્યમવર્ગને 45 લાખનું ઘર ખરીદવા પર દોઢ લાખ રૂપિયા સુધીની વધારાની છૂટ આપવામાં આવી છે. પહેલા હાઉસિંગ લોનના વ્યાજમાં આ છૂટ 2 લાખ રૂપિયા સુધીની હતી, જે હવે વધીને 3.5 લાખ રૂપિયા થઈ ગઈ છે.
