બજેટ 2019: સ્ટાર્ટઅપ ખોલવા માટે મળશે ટેક્સમાં છૂટછાટ
Live TV
-
બજેટ 2019માં નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્ટાર્ટ અપ અને નવા બિઝનેસને ખોલવા માટે જાહેરાત કરી છે. એટલું જ નહીં નાણામંત્રીએ આ સ્ટાર્ટ અપને ખોલવા માટે ટેક્સમાં ભારે છૂટ પણ આપી છે.
નાણામંત્રીએ પોતાના પહેલા બજેટમાં સ્ટાર્ટ અપ માટે ખાસ ભેટ આપી છે. નાણામંત્રીએ સ્ટાર્ટ અપ માટે નવી ટીવી ચેનલ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. આ ચેનલ પર સ્ટાર્ટ અપને જ પ્રમોટ કરવામાં આવશે. આ ચેનલનું સંચાલન પણ સ્ટાર્ટ અપ જ કરશે.
સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રીએ કહ્યું કે, શ્રમ કાયદાઓને સરળ બનાવવામાં આવશે. વર્ષ 2019-20 માં 80 લિવલીહુડ બિઝનેસ ઈન્ક્યૂબેટર્સ લાવવામાં આવશે. તેની સાથે જ 20 ટેક્નોલોજી ઈન્ક્યૂબેટર્સ લવાશે. નાણામંત્રીએ કહ્યું કે, સ્ટાર્ટ અપને એન્જલ ટેક્સમાં છૂટ મળશે. સ્ટાર્ટ અપ અને રોકાણકાર જેઓ ડિકલેરેશન ભરીને પોતાના રિટર્નની માહિતી આપે છે, તેમના શેર પ્રીમિયમની કોઈ તપાસ કરવામાં આવશે નહીં.
