બજેટ 2019: 5 લાખની આવક સુધી કોઈ જ ટેક્સ નહીં, મોંઘુ થશે પેટ્રોલ-ડીઝલ
Live TV
-
ભારતને એક ટ્રિલિયનની અર્થ વ્યવસ્થા બનતા 55 વર્ષ લાગ્યાંઃ નિર્મલા સીતારમણ
દેશના પહેલાં મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણે NDA સરકાર-2નું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતા પહેલાં નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. જે પછી લાલ ફોલ્ડરમાં બજેટ લઈને નિર્મલા સીતારમણ સાંસદ ભવન પહોંચ્યા હતાં અને બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં નિર્મલા સીતારમણે NRI, મિડલ ક્લાસ, કોર્પોરેટર્સ તેમજ ઉદ્યોગો માટે અગત્યની જાહેરાતો કરી હતી. નોંધનીય છે કે અત્યાર સુધી બજેટ રજૂ કરતા પહેલા ભારતીય નાણાપ્રધાન એક બ્રીફકેસમાં જ બજેટ લઈને સંસદમાં પહોંચતા હતા. આ રીતે ફોલ્ડરમાં બજેટ લઈ જવા વિશે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે કહ્યું હતું કે, 'આ ભારતીય પરંપરા છે. આ પશ્ચિમી માનસિકતાની ગુલામીમાંથી બહાર આવવાનું પ્રતીક છે. આને તમે બજેટ નહીં પરંતુ 'ખાતા વહી' કહી શકો છો.'
નિર્મલા સીતારમણે બજેટ ભાષણની શરુઆતમાં જણાવ્યું હતું કે,'દેશના ભવિષ્ય માટે જનતાએ અમારા બે લક્ષ્યો રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસને સહમતિ આપી છે. અમારો હેતુ મજબૂત ભારતનો છે. ભારતને એક ટ્રિલિયનની અર્થ વ્યવસ્થા બનતા 55 વર્ષ લાગ્યાં' આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે,' આઝાદી પછી મેક ઈન ઈન્ડિયાનું મહત્વ વધ્યું છે. અમે એક દેશ એક ગ્રિડ દ્વારા દરેક રાજ્યમાં સસ્તી વીજળી પહોંચાડીશું. જેથી દરેક રાજ્યને યોગ્ય ભાવે દરેક સમયે વીજળી મળી શકે.'
અહીં જાણો, બજેટની મોટી વાતો
-સાગરમાલા પરિયોજનાથી બંદરોનો કરાશે વિકાસ
-ભારત માતા યોજનાથી બની રહ્યાં છે રોડ
-ઉડાન યોજનાથી સરળ થઈ હવાઈ મુસાફરી
-દરેકને પોતાનું ઘર માટે યોજના શરુ
-2018-19માં 300 કિલોમીટર સુધીની રેલવે લાઈન નંખાઈ
-ભારતને સૌથી ઉત્તમ FDI યોગ્ય દેશ બનાવવા પર સરકારનું જોર
-સિંગલ બ્રાન્ડ રિટેઈલમાં વધારવામાં આવશે FDI
-નાના ઉદ્યોગોને 59 મિનિટમાં જ મળી જશે લોન
-દેશમાં જલદી લાગુ થશે ભાડા કાનૂન
-લાયસન્સ, કોટા રાજના દિવસો બદલાશે, વીમામાં થશે 100% FDI
એવિએશનમાં પણ FDI વધારવા પર ભાર, મીડિયામાં પણ વિદેશી રોકાણની સીમા વધશે
-ભાડાના મકાનો માટે આદર્શ નિયમ બનશે.
-નાના દુકાનદારોને પેન્શન આપશે સરકાર
-7 કરોડ ઉજ્જવલામાં આપવામાં આવ્યા ગેસ કનેક્શન
-કાર ખરીદનાર માટે ખુશખબર, ઈલેક્ટ્રિક કાર ચલાવનારને મળશે છૂટ
-PSU જમીન પર બનશે સસ્તા ઘર
-પીએમ ગ્રામીણ યોજના હેઠળ રોજ 130થી 135 કિલોમીટરના રસ્તાઓ બની રહ્યાં છે. આ યોજના હેઠળ 30 હજાર કિલોમીટરનો રસ્તો બનાવ્યો છે.
-સરકાર રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ પર ભાર આપી રહી છે.અન્નદાતાને બનાવીશું ઉર્જાદાતાઃ નિર્મલા સીતારમણ
-1.5 કરોડનું ટર્નઓવર ધરાવતા દુકાનદારોને આપવામાં આવશે પેન્શન
-2022 સુધીમાં તમામ માટે આવાસની યોજના-256 જિલ્લામાં જળ શક્તિ અભિયાન, જ્યાં પણ જળ સ્તર નીચે છે ત્યાં થશે યોગ્ય તપાસ, 2024 સુધીમાં દરેક ઘરમાં નળની યોજના
-ખુલ્લામાં શૌચથી મુક્ત થયાં 5.6 લાખ ગામ, 2014થી 9.6 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા, 2 ઓક્ટોબર 2019 સુધીમાં ખુલ્લામાં શૌચમુક્તનું લક્ષ્ય
-ડિજીટલ સાક્ષર બન્યા 2 કરોડ ગામ-પાંચ વર્ષમાં 1.25 લાખ કિમીના રસ્તા બનાવવાની યોજનાઅભ્યાસ માટે આવશે નવી નીતિ
-વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ માટે 'સ્ટડી ઈન ઈન્ડિયા' યોજનાની શરુઆત, ભારતમાં આવશે નવી શિક્ષણનીતિ અને ભારતને ઉચ્ચ શિક્ષણનું હબ બનાવવાની યોજના
-1 કરોડ વિદ્યાર્થીઓ માટે સ્કિલ યોજના
-રમતગમતના વિકાસ માટે બનાવાશે નવું બોર્ડ
-મજૂરો માટે શ્રમ યોગી માનધન યોજના, પેન્શન યોજનાથી 30 લાખ મજૂરોને થશે ફાયદો, મજૂરોને 60 વર્ષ પછી આપવામાં આવશે 3000 રુપિયાનું પેન્શન, શ્રમ કાયદાને બનાવાશે સરળઆગળ વધશે મહિલા કેન્દ્રિત યોજના
નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, 'મહિલાઓની ભાગીદારીથી જ દેશનો વિકાસ શક્ય બને છે. લોકસભા ચૂંટણીમાં મતદાનમાં મહિલાઓની પણ મોટાપ્રમાણમાં ભાગીદારી રહી છે. મહિલા કેન્દ્રિત યોજનાઓને આગળ વધારવામાં આવશે. મુદ્રા સ્કિમ હેઠળ મહિલાઓને એક લાખ સુધીની લોન સરળતાથી મળશે.'બજેટમાં NRI માટે આધારકાર્ડનો પ્રસ્તાવ
હવે NRIને આધાર કાર્ડ મેળવવા માટે 180 દિવસની રાહ નહીં જોવી પડે. NRI જેવા ભારત આવશે કે તરત જ તેમને આધારકાર્ડ મળી જશે.સરકારી બેંકની સ્થિતિમાં સુધારોઃ નિર્મલા સીતારમણ
-સરકારી બેંકોને અપાશે 70 હજાર કરોડની મદદ, ચાર લાખ કરોડનું દેવું વસૂલવામાં આવ્યું
-દેશમાં 8 સરકારી બેંક, 6 સરકારી બેંકની આર્થિક હાલાત સુધરી,
-11.37 લાખ કરોડ ટેક્સ જમા થયો
-સાગરમાલા પરિયોજનાથી બંદરોનો કરાશે વિકાસ
-બનાવવામાં આવશે 17 વર્લ્ડ લેવલ ટૂરિઝમ સેન્ટર
-1,2,5,10 અને 20ના નવા સિક્કાઓ આવશેટેક્સ વિશે નિર્મલા સીતારમણઃ
નિર્મલા સીતારમણે ઈમાનદારીથી ટેક્સ ભરતાં કરદાતાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે,'કરદાતા દેશના જવાબદાર નાગરિકો છે.'
-ઈલેક્ટ્રિક કાર પર 12%ની જગ્યાએ 5% ટેક્સ, ઈલેક્ટ્રિક ગાડીઓની લોન પર દોઢ લાખની છૂટ
-કંપનીઓ માટે ટર્નઓવરની મર્યાદા 250 કરોડથી વધારીને 400 કરોડ કરવામાં આવી 400 કરોડ ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ પર 25% ટેક્સ
-સ્ટાર્ટઅપના ફંડ પર નહીં થાય ઈન્કમટેક્સની તપાસસસ્તુ ઘર ખરીદનારને લોનની છૂટ
-સસ્તા ઘરની ખરીદી પર મોટી જાહેરાત
-એફોર્ડ઼ેબલ હાઉસિંગ પર 3.5 લાખની છૂટ
-સસ્તા ઘરની નાની લોન પર દોઢ લાખ સુધીની છૂટ
-45 લાખનું ઘર ખરીદવા પર 3.5 લાખની છૂટ, પહેલા 2 લાખની છૂટ હતી જે વધારીને 3.5 લાખ કરવામાં આવી.ટેક્સ સ્લેબમાં બદલાવ નહીં, મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ
-મિડલ ક્લાસ માટે મહત્વની જાહેરાત, પાંચ લાખની આવક સુધી કોઈ જ ટેક્સ નહીં
-બજેટમાં ધનવાનો પર વધ્યો ટેક્સ, 2થી 5 કરોડની આવક પર 3% ટેક્સ
-પાંચ કરોડથી વધારે આવક પર 7% વધારાનો ટેક્સ
-સોના-ચાંદી પર વધી કસ્ટમ ડ્યૂટી, કિંમતી ધાતુ પર 12.5 ટકા ટેક્સ
-પેટ્રોલ અને ડીઝલ પર 1 રુપિયો વધ્યો સેસ
