પ્રધાનમંત્રીએ સંગમના ઘાટમાં સ્નાન કર્યા બાદ મા ગંગાની કરી પૂજા-અર્ચના
Live TV
-
આ અગાઉ તેમણે સંગમમાં ડુબકી લગાવી હતી. સંગમ તટે પૂજા અર્ચના કર્યા બાદ ,તેમણે સફાઇ કામદારોના ચરણ પ્રક્ષાલન કર્યા હતા, અને તેમનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતા. અને સંગમ પર પૂજા-અર્ચના કરી દુગ્ધાભિષેક કર્યો હતો. આ અગાઉ તેમણે સંગમમાં ડુબકી લગાવી હતી. સંગમ તટે પૂજા અર્ચના કર્યા બાદ ,તેમણે સફાઇ કામદારોના ચરણ પ્રક્ષાલન કર્યા હતા, અને તેમનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પ્રધાનમંત્રીએ અહીં સ્વચ્છાગ્રહીઓને, પુરસ્કૃત કર્યા હતા. અહીં તેમણે એક જનસભાને સંબોધતા જણાવ્યું, કે પ્રયાગરાજના ,કણકણમાં તપની અસર છે. કુંભમાં સાફ સફાઇનું ખાસ ધ્યાન રખાયું છે, જે એક મોટી જવાબદારી છે. સફાઇ કર્મચારીઓના ચરણ ધોઇ જે વંદના કરી ,તેનો અહેસાસ જીવનભર રહેશે. દિવ્ય કુંભને ભવ્ય કુંભ બનાવવામાં ,સફાઇ કર્મચારીઓનું મોટું યોગદાન છે.
