પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં સભાને કરી સંબોધિત
Live TV
-
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇને યાદ કરીને કહ્યું હતું, કે તેમણે જ હિમાચલ પ્રદેશમાં , ઔદ્યોગિક વિકાસનો પાયો નાંખ્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદી , ગઈ કાલે હિમાચલ પ્રદેશના પ્રવાસે હતા. તેમણે ધર્મશાળામાં એક જન સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું, કે એક વર્ષમાં હિમાચલ સરકારે , લોકોપયોગી કાર્યો કર્યા છે. તેમણે કહ્યું , કે હિમાચલને વિકાસના ટ્રેક પર લાવવા માટે , બે ટ્રેકનો મહત્તમ ઉપયોગ થઇ શકે તેમ છે. એક છે પ્રવાસન , અને બીજો છે વાહન વ્યવહાર.. તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇને યાદ કરીને કહ્યું હતું, કે તેમણે જ હિમાચલ પ્રદેશમાં , ઔદ્યોગિક વિકાસનો પાયો નાંખ્યો હતો. તેમણે કહ્યું હતું કે હિમાચલ પ્રદેશના વિકાસ માટે , ૨૬ હજાર કરોડના જે વિવિધ વિકાસ કાર્યો ચાલી રહ્યાં છે, તેમાં ભારત સરકારે મદદ કરી છે. તેમણે કહ્યું હતું કે , માર્ગોનું નવિનીકરણ કરીને , ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારવી , ભારત સરકારની નેમ છે.
