Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં સર્વ સંમતિથી ત્રિપલ તલાક બિલ થયુ પસાર, સમર્થનમાં પડ્યા 245 મત

Live TV

X
  • લોકસભામાં ગઈ કાલે મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર સંરક્ષણ વિધેયક 2018 , મહત્વપૂર્ણ ચર્ચા બાદ , સર્વસંમતિથી પસાર થઈ ગયું છે. ત્રિપલ તલાક બિલના સમર્થનમાં 245 મત પડ્યા હતા , જયારે વિરોધમાં 11 મત પડ્યા હતા.

    લોકસભામાં ગઈ કાલે મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર સંરક્ષણ વિધેયક 2018 , મહત્વપૂર્ણ ચર્ચા બાદ , સર્વસંમતિથી પસાર થઈ ગયું છે. ત્રિપલ તલાક બિલના સમર્થનમાં 245 મત પડ્યા હતા , જયારે વિરોધમાં 11 મત પડ્યા હતા. કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે તેને ન્યાયનો વિજય ગણાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે, ત્રિપલ તલાક મામલે સરકારનો પક્ષ મુકતા જણાવ્યુ , કે આ બિલ , મહિલાઓને સન્માન અપાવનારું છે , અને સરકાર આ અંગે , ખુલ્લા મને કાર્યવાહી કરી રહી છે. આ બિલને લઈને વિરોધ પક્ષને જે આપત્તીઓ હતી , તેમાં સુધારા કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, પિડીત મહિલાઓ ની પિડાને ધ્યાનમાં રાખીને બિલ તૈયાર કર્યું છે. વિરોધ પક્ષોએ પણ આ બિલ અંગે , પોતાની મજબૂત રજૂઆત કરી હતી , અને વોટીંગ પહેલાં જ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. સરકારનું કહેવું છે કે, આ વિધેયકથી , મુસ્લિમ મહિલાઓને સમાન હક મળશે. રાજ્યસભામાં વિપક્ષોના વિરોધ બાદ , બેઠકને દિવસ પૂરતી , સ્થગિત કરી દેવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply