પ્રધાનમંત્રી આજે કરશે આગ્રા મેટ્રો પરિયોજના નિર્માણનું ઉદ્ઘાટન
Live TV
-
આગ્રા ખાતે આજે 12 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી આગ્રા મેટ્રો પરિયોજના નિર્માણનું ઉદ્ઘાટન કરશે. ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહીત આવાસ અને શહેરી બાબત મંત્રી હરદીપસિંહ પુરી પણ આપશે હાજરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા આગ્રા મેટ્રો પરિયોજના નિર્માણનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબત મંત્રી હરદીપસિંહ પુરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો પણ આગ્રાના 15 બટાલિયન પીએસી પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં પોતાની ઉપસ્થિતિ આપશે.
આગ્રા મેટ્રો પરિયોજનામાં કુલ 29.4 કિ.મી.ની લંબાઈવાળા 2 કોરિડોરનો સમાવેશ થાય છે અને આ તાજમહેલ, આગ્રા કિલ્લો, સિકંદ્રા જેવા મુખ્ય પર્યટક આકર્ષણોને રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સાથે જોડે છે. આ પરિયોજનાથી આગ્રા શહેરની 26 લાખની વસ્તીને ફાયદો થશે અને દર વર્ષે આગ્રાની મુલાકાત લેનારા આશરે 60 લાખથી વધુ પ્રવાસીઓની પણ પૂર્તિ કરવામાં આવશે. આ ઐતિહાસિક શહેર આગ્રાને પર્યાવરણને અનુકૂળ માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પ્રદાન કરશે. આ પરિયોજનાનો અંદાજિત ખર્ચ રૂપિયા 8,379.62 કરોડ છે. આ પરિયોજના આવનારા 5 વર્ષમાં પૂર્ણ થવાનું કહેવામાં આવ્યું છે.
આ અગાઉ 8મી માર્ચ 2019ના રોજ પ્રધાનમંત્રીએ ‘સીસીએસ એરપોર્ટથી મુન્શીપુલીયા’ સુધીના સમગ્ર 23 કિમી લાંબા ઉત્તર-દક્ષિણ કોરિડોર પર લખનઉ મેટ્રોની વ્યાપારી કામગીરી શરૂ કરવાની સાથે-સાથે આગ્રા મેટ્રો પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું.
