PM મોદી 7 ડિસે. આગ્રા મેટ્રો પરિયોજનાનું વીડિયોથી કરશે ઉદ્દઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૭ ડિસેમ્બરે આગ્રા મેટ્રો પરિયોજનાના નિર્માણ કાર્યનું વિડિયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન કરશે.
આગરાના ૧૫ બટાલિયન પીએસી પરેડ મેદાનમાં યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રિય આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદિપસિંહ પુરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે.
આગરા મેટ્રો પરિયોજનામાં ૨ કોરિડોર છે, જેની લંબાઇ ૨૯.૪ કિમી છે. આ કોરિડોર તાજ મહેલ, આગ્રાનો કિલ્લો, સિકંદરા જેવા મુખ્ય પર્યટક સ્થળોને રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો સાથે જોડે છે.
આ પરિયોજનાથી આગ્રા શહેરની ૨૬ લાખ વસ્તીને લાભ થશે અને દર વર્ષે આગ્રા આવનાર ૬૦ લાખથી વધુ પર્યટકોની જરૂરીયાત પૂરી થશે. આ પરિયોજના ઐતિહાસિક શહેર આગ્રાને પર્યાવરણના અનુકૂળ એક માસ રેપિડ ટ્રાન્જિટ સિસ્ટમ પ્રદાન કરશે.
