પ્રધાનમંત્રી આજે તમિલનાડુના ધનુષકોડીમાં કોથંદરમાં સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના ધનુષકોડીમાં કોથંદરમાં સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ મંદિર શ્રી કોથંદરમાં સ્વામીને સમર્પિત છે. કોથંદર નામનો અર્થ ધનુષધારી રામ છે. એવું કહેવાય છે કે, અહીં જ વિભીષણ શ્રી રામને પ્રથમ વખત મળ્યા હતા અને તેમની પાસે આશ્રય માંગ્યો હતો. આ એ જ સ્થાન છે જ્યાં શ્રી રામે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો હતો. પ્રધાનમંત્રી ધનુષકોડી મંદિરમાં દર્શન કર્યા પછી અરિચલ મુનાઈની પણ મુલાકાત લેશે. જ્યાંથી રામ સેતુનું નિર્માણ શરૂ થયું હતું.
