પ્રધાનમંત્રી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા CMSCOP13 સમિટનું કરશે ઉદ્ઘાટન
Live TV
-
વન્યજીવોના પ્રવાસી પ્રજાતિઓની સંરક્ષણની સંધિ સાથે જોડાયેલ પક્ષીઓના 13મા સંમેલનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વીડિયો કો્ન્ફરન્સીંગથી કરશે ઉદ્ઘાટન . સંમેલનમાં 130થી વધુ પ્રતિનિધિઓ લેશે ભાગ. આગામી ત્રણ વર્ષ સુધી ભારત કરશે COP-13ની અધ્યક્ષતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં આયોજિત વન્યજીવોના પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સાથે જોડાયેલા 13માં સંમેલન COP-13નું વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. 130 દેશોના મુખ્ય સંરક્ષણવિદ અને વન્ય જીવ સંરક્ષણ ક્ષેત્રોમાં કામ કરી રહેલા આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંગઠનોના પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે. આ કોપ-13 સંમેલન 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. યજમાન ભારતને આગામી ત્રણ વર્ષ માટે કોપના અધ્યક્ષ તરીકે જાહેર કરાયું છે. આ પહેલાં ગઇકાલે ચેમ્પયીન્સ નાઇટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વન્યજીવો માટે સુરક્ષિત ઉર્જા માટે લઘુ અનુદાન કાર્યક્રમ માટે ભારત સરકારને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, પર્યાવરણ સંરક્ષણ માટે સરકાર પ્રતિબદ્ધ છે.
