Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, નાગરિકોને વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત

Live TV

X
  • આ યોજના હેઠળ મે અને જૂન માસમાં  લાભાર્થીઓને 5 કિલોગ્રામ અનાજ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે

     
    કોરોના મહામારીની સામે દેશ અને સમગ્ર વિશ્વ લડી રહ્યું છે.અને આર્થિક રીતે પણ ઘણી નુકસાની ભોગવી રહ્યા છે ત્યારે આ રાહતના સમાચાર કહી શકાય 
    કેન્દ્ર સરકારે પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબ નાગરિકોને વિનામૂલ્યે અનાજ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.આ યોજના હેઠળ મે અને જૂન માસમાં  લાભાર્થીઓને 5 કિલોગ્રામ અનાજ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. કેન્દ્ર સરકાર રૃપિયા 26 હજાર કરોડના ખર્ચે , 80 કરોડ લાભાર્થીઓને , વિનામૂલ્યે રાશનની સહાય પૂરી પાડશે. દેશમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે ,ગરીબ નાગરિકોને પૂરતું અનાજ મળી રહે તે હેતુથી,કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ,રાજનાથ સિંહ અને જેપી નડ્ડાએ ,ટ્વિટના માધ્યમથી ,પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તો  પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રધાનમંત્રીના આ નિર્ણયને પ્રજાલક્ષી ગણાવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply