Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા ચરણની શરૂઆત

Live TV

X
  • હોસ્પિટલો, શાળાઓ અને કૃષિ મંડળોવાળા ગામડાઓ સાથે જોડાણ વધારવા માટે ગ્રામ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની શરૂઆત કરી. આ તબક્કા પર 80,250 કરોડ રૂપિયા ખર્ચ થશે અને તે 2024-25 સુધીમાં પૂર્ણ થશે. જેમાં કેન્દ્રનો હિસ્સો 83,800 કરોડનો હશે.. જે આ પ્રોજેક્ટના કુલ ખર્ચના 60 ટકા છે..જ્યારે રાજ્ય સરકારો ચાલીસ ટકા રકમ આપશે. ઉત્તર પૂર્વી રાજ્યો અને હિમાલયના રાજ્યોમાં આ પ્રોજેક્ટ માટેના 90 ટકા રકમ કેન્દ્ર અને 10 ટકા રાજ્ય સરકાર પૂરી પાડશે.

    આ સભાને સંબોધન કરતાં નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના રાષ્ટ્રનો મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. આ માટે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની દ્રષ્ટિની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે તેઓ આ મુશ્કેલ કાર્યને પૂર્ણ કરવા માટે સંકલ્પબદ્ધ છે. તેમણે કહ્યું કે વાજપેયીજીની આ વિચારસરણી અને તેને પરિપૂર્ણ કરવાના કાર્યને કારણે આજે દેશમાં છ લાખ કિલોમીટરના ગ્રામ્ય રસ્તાઓ છે.

    નરેન્દ્રસિંહ તોમરે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યોએ ગ્રામીણ રસ્તાઓની નિયમિત જાળવણી કરવી જોઈએ જેથી તેમની ગુણવત્તા જાળવી શકાય. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની રજૂઆત પછી હવે રાજ્યોએ રસ્તાઓના નિયમિત જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ખુશી વ્યક્ત કરી કે વડા પ્રધાન ગ્રામ સડક યોજના અંતર્ગત આ મહિનાની સોળમી તારીખ સુધીમાં 1,53,491 રસ્તાઓનું નેટવર્ક બની ચૂક્યું છે...

    વધુમાં કહ્યું કે 36 હજાર કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ પર્યાવરણની દ્રષ્ટિથી સુરક્ષિત ટેક્નોલોજીથી કરવામાં આવ્યું...જેમાં પ્લાસ્ટિક કચરો અને કોલ્ડ મિક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply