મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવવા માટે ગઠિત આયોજન સમિતિની આજે બેઠક
Live TV
-
મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવવા માટે , ગઠિત આયોજન સમિતિની આજે મહત્વની બેઠક થશે. જેની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. સમિતિમાં રાષ્ટ્રપતિ ઉપરાંત , ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, પૂર્વ પ્રધાનમંત્રી , અને રાજ્યના મુખ્યમંત્રી સહિત , કુલ 125 સભ્યોનો સમાવેશ થાય છે. ભારત યાત્રા પર આવેલા પોર્ટુગલના પ્રધાનમંત્રી , એસ્ટોનિયો કોસ્ટા પણ , આ બેઠકમાં ભાગ લેશે. સમિતિની પ્રથમ બેઠક , ગત વર્ષે 2 મેના રોજ યોજાઈ હતી. વર્ષ ભરમાં થનાર વિભિન્ન કાર્યક્રમો અને ગતિવિધિઓની રૂપરેખા નક્કી કરવા માટે , પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 19 સભ્યો ધરાવનાર કાર્યકારી સમિતિ પણ , ગઠિત કરવામાં આવી છે
