Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશના આલો ખાતે જાહેરસભાને સંબોધન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અરૂણાચલ પ્રદેશના આલો ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેઓએ આ પ્રદેશને ભાજપની મજબૂત ઢાલ તરીકે વર્ણવતાં જણાવ્યું કે અમારી સરકાર પ્રથમવાર અરૂણાચલ પ્રદેશના 50 હજાર પરિવારને વીજળી કનેક્શન આપી શકી છે. આ સાથે 40 હજાર પરિવારને ગેસ કનેક્શન આપ્યા છે. જેથી મહિલાઓ હવે રસોઈ કરતાં સમયે ધૂમાડાથી મુક્ત બની છે. તેઓએ વિવિધ યોજનાની ઉપલબ્ધિ ગણાવતા કહ્યું કે એક લાખ પરિવારને શૌચાલયથી જોડવામાં આવ્યા છે. ત્યારબાદ મુદ્રા યોજના હેઠળ યુવાનોને રોજગાર માટે 100 કરોડ રૂપિયા ની રકમ બેન્ક ગેરેન્ટી વગર ફાળવવામાં આવી હતી. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી પુર્વોત્તરમાં લોકસભા ચૂંટણી અભિયાનનો પ્રારંભ કર્યો હતો. અરૂણાચલ પ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશને પ્રથમ વખત રેલમેપ પર લાવવાનું કામ એનડીએ સરકારે જ કર્યું છે. આ સાથે પ્રધાનમંત્રીએ આસામના ડીબ્રુગઢમાં પણ એક જનસભાને સંબોધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply