પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને ફોન કરી જીતની શુભેચ્છા આપી
Live TV
-
મહત્વનું છે કે પાકિસ્તાનની ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ભાવી પ્રધાનમંત્રી અને તહરીક-એ-ઇન્સાફ પાકિસ્તાનના ચીફ ઇમરાન ખાનને ચૂંટણીમાં જીત માટે શુભેચ્છા આપી. પીએમ મોદીએ ઇમરાન ખાન સાથે વાત કરી અને સૌથી વધુ સીટ જીતવા બદલ અભિનંદન આપ્યા.
ઇમરાન ખાને 11 ઓગસ્ટે પાકિસ્તાનના વજીર-એ-આઝમ પદ્દની શપથ લેવાનું એલાન કર્યું છે. પરંતુ તેની પાર્ટી પાસે પૂર્ણ બહુમત નથી, પરંતુ અપક્ષ સાંસદો અને નાની પાર્ટીઓ સાથે મળીને ગઠબંધન બનાવવાનો દાવો કરી રહ્યાં છે.
ઇમરાન ખાનની આ જાહેરાત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ફોન પર શુભેચ્છા આપી. ઇમરાન ખાન સાથે વાતચીતમાં પીએમ મોદીએ પાકિસ્તાનમાં લોકતંત્રનો પાયો મજબૂત થવાની આશા વ્યક્ત કરી. આ સાથે પીએમ મોદીએ પાડોસી દેશોની સાથે વિકાસ અને શાંતિના પોતાના વિઝનનો પણ ઇમરાન ખાન સાથે વાતચીતમાં ઉલ્લેખ કર્યો.
