Skip to main content
Settings Settings for Dark

12 વર્ષથી ઓછી વયની કન્યાઓ પર બળાત્કાર કરનારને ફાંસી થશે, લોકસભામાં બિલ પસાર

Live TV

X
  • 12 વર્ષથી ઓછી વયની કન્યા પર બળાત્કાર માટે કડક સજા કરવામાં આવી છે.

    12 વર્ષથી નીચેની કન્યાઓ પર બળાત્કાર કરવા માટે દોષિત ઠરેલા ગુનેગારોને દેહાંત દંડની સજાની જોગવાઈ કરતો મહત્ત્વનો ખરડો લોકસભામાં પસાર થયો છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ તેમજ ઉત્તર પ્રદેશના ઉનાવમાં સગીરા પર બળાત્કાર અને હત્યાના પગલે મચેલા હોબાળાના પગલે ગત 21 એપ્રિલે ફોજદારી કાયદો વટહુકમ જાહેર કરાયો હતો. ઉપરોક્ત ખરડો તેનું સ્થાન લેશે. આ ખરડાની અન્ય જોગવાઈઓમાં મહિલાઓ પર બળાત્કારના કેસમાં લઘુતમ સજા સાત વર્ષથી વધારી દસ વર્ષ કરવાની જોગવાઈ છે જેને આજીવન કેદ સુધી વધારી શકાય છે. 16 વર્ષથી નીચેની કન્યાઓ પર બળાત્કારના કેસમાં લઘુતમ સજા 10 વર્ષથી વધારી 20 વર્ષ કરાઈ છે જે બાકીના જીવન સુધી વધારી શકાય છે. તેનો અર્થ કે દોષિત જીવે ત્યાં સુધી કેદ થઈ શકે છે. 16 વર્ષથી નીચેની કન્યાઓ પર સામૂહિક બળાત્કારના કેસમાં સજા દોષિતના બાકીના જીવન સુધી એટલે કે આજીવન કેદ રહેશે. 12 વર્ષથી નીચેની કન્યા પર બળાત્કાર માટે કડક સજા કરવામાં આવી છે. તેમાં 20 વર્ષની લઘુતમ જેલથી માંડીને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે. 12 વર્ષથી નીચેની કન્યા પર સામૂહિક બળાત્કારના કેસમાં સજા બાકીના જીવન સુધીની કેદ રહેશે. આ ખરડામાં ઝડપી તપાસ અને ખટલો ચલાવવાની જોગવાઈ પણ છે. તમામ કેસની સમય મર્યાદા બે મહિનાની છે. તમામ બળાત્કાર કેસોમાં ખટલા પૂરા કરવાની જોગવાઈ બે મહિના છે. બળાત્કાર કેસમાં અપીલનો નિકાલ કરવા માટેની સમય મર્યાદા છ મહિનાની છે. 16 વર્ષથી નીચેની કન્યા પર બળાત્કાર કે સામૂહિક બળાત્કારના આરોપી માટે આગોતરા જામીનની કોઈ જોગવાઈ નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply