પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યા પીવાના પાણીની પરિયોજનાઓના મંગલાચરણ
Live TV
-
મોહનપુરામાં રૂપિયા ચાર હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલી ડેમની પરિયોજનાનું લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની મુલાકાતે દરમિયાન પીવાના પાણીની ત્રણ મોટી પરિયોજનાઓના મંગલાચરણ કરાવ્યા હતા. તેમણે મોહનપુરામાં રૂપિયા ચાર હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલી ડેમની પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ રાજગઢમાં વિશાળ જનસભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ભ્રમ ફેલાવનાર વ્યક્તિઓ જડ અને જમીનથી વિમુખ થઈ ગયા છે. રાજગઢ જિલ્લો પછાત હોવાની પોતાની ઓળખાણને હવે વિસારે પાડી રહ્યો છે. આ પરિયોજના સરકારની ઉત્તમ કામગીરીનો નમુનો છે. મધ્યપ્રદેશ અને કેન્દ્ર સરકાર ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે. કેન્દ્રની એનડીએ સરકાર શ્રમનું સન્માન કરતી સરકાર છે. પ્રધાનમંત્રીએ આ તકે સ્વ. શ્યામા પ્રસાદ મુખરજીને પણ યાદ કરી તેઓને પુણ્યતિથિ દિને વંદન કર્યા હતા.
