પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં જીએસટીના સફળ અમલ માટે રાજ્યોને આપ્યો શ્રેય
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં જીએસટીના સફળ અમલ માટે રાજ્યોને આપ્યો શ્રેય - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં થયેલી ઉત્સાહપૂર્વક ઉજવણીની પણ મન કી બાત કાર્યક્રમમાં કરી વાત.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 45મી આવૃત્તિમાં ક્રિકેટ, યોગ, સંત કબીર અને ગુરૂ નાનક વિશેની વાતોની સાથે જલિયાંવાલા બાગ હત્યા કાંડને પૂરા થઈ રહેલા 100 વર્ષ તેમજ જીએસટી સહિતના વિષયે વાત કરી હતી. શ્યામાપ્રસાદ મુખરજીએ ભારતને આગળ ધપાવવા હાથ ધરેલા પ્રયાસોની પણ પ્રધાનમંત્રી મોદીએ માંડીને વાત કરી હતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૪૫મી મન કી બાતનાં માધ્યમથી દેશજોગ સંદેશમાં જીએસટી, યોગ, રમત અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજી અંગે ચર્ચા કરી હતી. વડા પ્રધાને જીએસટીને ફરી એક વાર દેશ માટે મહત્ત્વનો આર્િથક સુધારો ગણાવ્યો હતો. દેશમાં જીએસટી લાગુ થયાને જુલાઈમાં એક વર્ષ પૂરું થશે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જીએસટી પ્રમાણિકતાનો વિજય છે, તેને કારણે દેશમાં ઇન્સ્પેક્ટરરાજનો અંત આવ્યો હતો. જીએસટીના અમલને એક વર્ષ પૂરું થવા આવ્યું છે. જનતાનું વન નેશન વન ટેક્સનું સ્વપ્ન આજે વાસ્તવિકતા બની ગયું છે. જીએસટીના સફળ અમલ માટે હું રાજ્યોને શ્રેય આપવા માગું છું.
