Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો ચુંટણીના પાંચમા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર

Live TV

X
  • ધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી સભામાં રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમાર અને લોકજન શક્તિ પક્ષના અધ્યક્ષ રામ વિલાસ પાસવાન સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

    બિહારના મુઝફ્ફરપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NDAની ચૂંટણી સભાને સંબોધિ હતી. સભામાં રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમાર અને લોકજન શક્તિ પક્ષના અધ્યક્ષ રામ વિલાસ પાસવાન સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. પીએમએ સભામાં જણાવ્યું કે જેટલા પણ મહામિલાવટી પક્ષ છે તેમાં તેઓ એટલી બેઠકો પરથી પણ ચૂંટણી લડી નથી રહ્યા કે લોકસભામાં નેતા વિપક્ષનું પદ પણ મેળવી શકે. સાથે જ પ્રધાનમંત્રીએ વિપક્ષને આડે હાથે લેતા જણાવ્યું કે જેમના નસીબમાં નેતા વિપક્ષનું પદ નથી તેઓ પ્રધાનમંત્રી બનવાનું સપનું જોઈ રહ્યા છે. આ લોકો સત્તા મેળવવા કંઈપણ કરી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ લોકોને દેશની સુરક્ષા અને સમ્માનથી કોઈ ફરક પડતો નથી. 

    તો પ્રધાનમંત્રી મોદીએ ઉત્તર પ્રદેશમાં બહરાઈચમાં પણ  ચૂંટણી રેલીને સંબોધિ હતી. તેમણે જણાવ્યું હતું કે મજબુત નિર્ણય લેવા મજબુત સરકારની જરૂર હોય છે. વિરોધ પક્ષ મજબુત સરકાર આપી શકે તેમ નથી.  તો આ તરફ  ભાજપ અધ્યક્ષ અમિત શાહ  રાજસ્થાનના દોષા અલવર  અને ભરતપુર જિલ્લામાં  ચૂંટણી રેલીને સંબોધન કરશે.  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તે દરમીયાન મધ્યપ્રદેશમાં દમોહ ખાતે રેલીને સંબોધી હતી.તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો ગરીબી પર સર્જીકલ સ્ટ્રાઈક કરશે. બી.એસ.પી. સુપ્રિમો  માયાવતી પણ  લખનૌ  અને લકીર-પુર -ખીરી માં  જનસભાને સંબોધન કરશે.  

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply