પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ19નો સામનો કરવા વૈશ્વિક નેતાઓ સાથે કરી ચર્ચા
Live TV
-
જોર્ડનના કિંગ સહિત ભૂતાનના પ્રધાનમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત-PMએ કહ્યું, આ મહામારી સામેની લડાઈમાં ભારત પોતાના તમામ મિત્રો અને પાડોશી દેશોની સાથે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 સામે લડવા માટે વૈશ્વિક નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ જોર્ડનના કિંગ સહિત ભૂટાનનાં પ્રધાનંમત્રી લોત્સે શેરિંગ સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ આ વાતચીત દરમિયાન બંને દેશનાં નેતાઓને કહ્યું હતું કે, આ મુશ્કેલીની ઘડીમાં ભારત તેના મિત્રો અને પાડોશી દેશોની સાથે છે. ભૂટાનના પ્રધાનમંત્રી લોત્સે શેરિંગને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શક્ય તેટલી આરોગ્ય ક્ષેત્રની સાથે આર્થિક મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. તો જોર્ડનના કિંગ અબ્દુલ્લા સાથે વાત કરતા પ્રધાનંમત્રી મોદીએ બંને દેશો વચ્ચે સહકાર અને માહિતીનું આદાન-પ્રદાન તેમજ શ્રેષ્ઠ મેડિકલ ટીમ મોકલવા પર ભાર મુક્યો હતો. સાથે જ પ્રધાનમંત્રીએ જોર્ડનમાં વસતા ભારતીયોની કાળજી રાખવા બદલ કિંગ અબ્દુલ્લાનો આભાર વ્યક્ત કર્યો હતો.
