લૉકડાઉનના દિશા-નિર્દેશોના ઉલ્લંઘનના મામલે દરરોજ નિરીક્ષણ કરી રહ્યું છે ગૃહમંત્રાલય
Live TV
-
કેન્દ્ર સરકારે કહ્યું છે કે, દવાઓના ઉત્પાદન માટે આવશ્યક પગલાં ભરવામાં આવ્યા છે. આ બધા વચ્ચે ગૃહમંત્રાલય લોકડાઉનના દિશા-નિર્દેશોના ઉલ્લંઘનના મામલે દરરોજ નિરીક્ષણ કરી રહ્યું છે. સાથે જ આરોગ્ય કર્મીઓ સામે હિંસાની ઘટનાઓની પણ માહિતી મેળવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, દેશભરમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા માટે રાજ્ય સરકારોએ પ્રયાસો વધુ તેજ કર્યાં છે. દેશમાં 3મે સુધી તમામ શૈક્ષણિક સંસ્થા, મોલ, જીમ ઉપરાંત ધાર્મિક, સામાજીક, અને સાંસ્કૃતિક સમારોહ પર પણ પ્રતિબંધ રહેશે. આ તરફ એવું પણ કહેવામાં આવ્યું છે કે, જ્યાં કોરોનાં સંક્રમણ નથી ત્યાં 20 એપ્રિલથી આંશિક છુટ હશે
