Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ ટ્રાન્સફર કર્યા, 9 કરોડ પરિવારોને મળશે લાભ 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં 18000 કરોડ ટ્રાન્સફર કર્યા. આજે તેઓએ દેશના ખેડૂતો સાથે સીધી વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કિસાન સન્માન નિધિનો નવો હપ્તો જાહેર કરવામાં આવ્યો. જેમાં ખેડૂતોને 18000 રૂપિયા મોકલવામાં આવ્યા. અટલ જયંતીના અવસર પર દેશના અલગ અલગ ભાગમાં બીજેપી દ્વારા 2500 ખેડૂતો સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે.    

    18000 કરોડ રૂપિયા લોકોના ખાતામાં જમા કરવામાં આવ્યા

    પ્રધાનમંત્રી મોદીએ આજે પીએમ કિસાન યોજનાના સાતમાં હપ્તાને લોકોના ખાતામાં જમા કરાવ્યો. જેમાં લગભગ 18000 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા અને તેમાં 9 કરોડથી પણ વધારે ખેડૂત પરિવારોને ફાયદો થશે.

    6 અલગ અલગ રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત

    આ સાથે પ્રધાનમંત્રીએ આયોજન દરમ્યાન 6 અલગ અલગ રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત પણ કરી. સાથે જ પ્રધાનમંત્રીએ સરકાર દ્વારા કરવામાં આવેલ ખેડૂતલક્ષી કામો અંગે પણ ખેડૂતો સાથે વાત કરી. આ સમયે કેન્દ્રીય કૃષિમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. 

    ત્રણ તબક્કામાં ખેડૂતોને લાભ આપવામાં આવે છે 

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી યોજના 1 ડિસેમ્બર 2018 થી લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પ્રતિ વર્ષ કિસાનોને ત્રણ તબક્કામાં લાભ આપવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply