બ્રિટનથી આવેલા 2 દર્દીઓમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ જોવા મળ્યું
Live TV
-
સમગ્ર દુનિયા કોરોના સંકટ સામે લડી રહ્યુ છે, ત્યારે ભારત પણ કોરોના જંગ સામે સતત લડી રહ્યુ છે. કોરોના સંક્રમણની સંખ્યામાં દિનપ્રતિદિન ઘટાડો થાય તે માટે , કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહ્યુ છે.
આ સાથે બ્રિટનથી આવી રહેલી તમામ ફ્લાઇટો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ વિવિધ રાજ્યોમાં બ્રિટનથી આવેલા પ્રવાસીઓની તપાસ કરવામાં આવી રહી છે. બ્રિટનથી આવેલા 2 દર્દીઓમાં કોરોના વાયરસનુ નવુ સ્વરૂપ જોવા મળ્યુ છે. જેઓને કોરોન્ટાઇન પણ કરી દેવામાં આવ્યા છે. આ સાથે બ્રિટને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર પ્રતિબંધ મુક્યો છે. આરોગ્ય મંત્રીએ પણ જણાવ્યુ, કે દક્ષિણ આફ્રિકાથી આવેલા પ્રવાસીઓને પોતાની રીતે કોરોન્ટાઇન થઇ જાય, તેવા નિર્દેષ પણ કરાયા છે.
