Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદ સહિતના દિગ્ગજ નેતાઓએ અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરી 

Live TV

X
  • પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતીના અવસર પર સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત સરકારના અન્ય મોટો મંત્રી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. 

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય ધણા દિગ્ગજ નેતાઓએ શુક્રવારે સદેવ અટલ સ્મારક પર પહોંચ્યા હતા અને પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલી આપી. આ અવસર પર વાજપેયીના પરિવારના સભ્યો પર હાજર રહ્યા હતા. 

    પુસ્તકનું વિમોચન 

    આજે સુશાસન દિવસ નિમિતે પીએમ મોદી અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારીત પુસ્તકનું વિમોચન કરશે. આ પુસ્તક અટલ બિહારી વાજપેયી ઇન પાર્લાયામેન્ટ- એ-કોમૈમોરેટિવ વાલ્યુમ પુસ્તકનું પ્રકાશન લોકસભા સચિવાલય દ્વારા કરવામાં આવ્યુ છે. જેમાં વાજપાયીના જીવન અને કાર્યોની જાણકારી સાથે લોકસભામાં કરેલા ભાષણોની છણાવટ પણ કરવામાં આવી છે. 

    96મી જયંતિ 

    આ પુસ્તકમાં અટલબિહારી વાજપાયીના સાર્વજનિક જીવન સંબંધિત કેટલાક ફોટો ઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે ભારત રત્ન અટલબિહારી વાજપાયીની 96મી જયંતિ ઉજવવા જઇ રહી છે. આ દિવસને સુશાસન દિન તરીકે પણ ઉજવવવામાં આવી રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply