રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિવની મુલાકાતે, 25થી 28 ડિસેમ્બર સુધી રોકાણ કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી કેન્દ્રશાસિત દિવની મુલાકાતે છે. તેઓ 28મી ડિસેમ્બર સુધી દિવમાં રોકાણ કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25થી 28 ડિસેમ્બર સુધી દિવની મુલાકાત લેવાના છે. રાષ્ટ્રપતિ આજે બપોરે રાજકોટ એરપોર્ટ પરથી દિવ પહોંચશે. દિવમાં તેઓ જલંધર સરકિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ નવનિર્મિત સરકિટ હાઉસમાં રોકાણ કરશે. આ ઉપરાંત તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિકાસ યોજનાઓના ખાતમૂહુર્ત પણ કરશે.
