પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે 34મી પ્રગતિ સમીક્ષા બેઠકનું અધ્યક્ષપદ સંભાળીને યોજનાઓ અને પરિયોજનાઓની સમીક્ષા કરી
Live TV
-
બેઠકમાં રેલવે, સડક પરિવહન, આવાસ અને શહેરી વિકાસ સંબંધિત યોજનાઓની સમીક્ષા થઇ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે 34મી પ્રગતિ સમીક્ષા બેઠકનું અધ્યક્ષપદ સંભાળીને યોજનાઓ અને પરિયોજનાઓની સમીક્ષા કરી હતી. તે સંબંધમાં થયેલી ફરિયાદોની સ્થિતીની પણ જાણકારી મેળવી. બેઠકમાં રેલવે, સડક પરિવહન, આવાસ અને શહેરી વિકાસ સંબંધિત યોજનાઓની સમીક્ષા થઇ હતી. રૂપિયા એક લાખ કરોડના ખર્ચે અમલી બનેલી આ તમામ યોજનાઓ કુલ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચાલી રહી છે. તેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા , ગુજરાત અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ રાજ્યોના મુખ્ય સચિવોને વિલંબિત યોજનાઓને સમયમર્યાદામાં પુરી કરવા જણાવ્યું હતું. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ આયુષ્યમાન ભારત અને જળજીવન મીશન સંબંધી યોજનાઓની પણ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ આયુષ્યમાન ભારતના 100 ટકા લક્ષ્યને હાંસલ કરવા પણ સુચના આપી હતી. ફરિયાદોના નિરાકરણ માટે પગલાં લેવા પણ તેમણે અધિકારીઓને સુચના આપી હતી.
