પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી બે ભેટ - અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેજ -2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ નું ભૂમિપૂજન કર્યુ.
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનુ ભૂમિપૂજન કર્યુ હતુ આ પ્રસંગે ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય રાજ્ય મંત્રી હરદીપસિંહ પુરી વિડિયો કોન્ફરંસના માધ્યમથી જોડાયા હતા જ્યારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મેટ્રો પ્રોજેક્ટ્સ પુર્ણ થતા અમદાવાદ તથા સુરતમા ઇકો ફ્રેન્ડલી અને ઝડપી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વધુ મજબુત બનશે તેમજ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ અને પાટનગર ગાંધીનગર વચ્ચે પ્રતિદિન નિયમિત આવન- જાવન કરતા લોકોને વિશ્વકક્ષાની સુવિધા પ્રાપ્ત થશે. જ્યારે સુરતથી પણ સાંસદ સી.આર.પાટીલ, સાંસદ સંગીતા પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
