Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામિણ વિદ્યુતીકરણ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કરી વાતચીત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના ગ્રામિણ વિદ્યુતીકરણ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. સરકારે મોટાભાગના ગામડાંઓમાં વીજળી ઉપલબ્ધ કરાવી, તેનાથી લોકોના જીવનમાં આવેલા બદલાવના અનુભવો લોકોએ પ્રધાનમંત્રી સાથે શેર કર્યા હતા. પ્રધાનમંત્રીએ લોકોને વીજળી આવ્યા બાદ સમયનો વધુમાં વધુ સદ્ઉપયોગ કરવાની શીખ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2015ના દિવસે લાલકિલ્લા ખાતેથી ભાષણમાં 1000 દિવસમાં બધા ગામડાંઓમાં વીજળી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી. આ વીજળીકરણથી પૂર્વોત્તર પ્રવેશમાં ખાસ કરીને નોર્થ ઇસ્ટના ગામડાંના લોકોનું જીવન ખુશીમ બની ગયું છે. વીજળી આવવાથી ઘરમાં ટીવી જોવાનું શરૂ થયું છે. બાળકોનું ભણતર સુધરશે. ચોરીનો ભય ઓછો થયો છે. લોકો પોતાનો મોબાઇલ ઘરમાં જ ચાર્જ કરી શકે છે. લોકોના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. લાઇટની રોશનીના પગલે બજાર પણ મોડે સુધી ખુલ્લા રહેતા થયા છે. હોસ્પિટલમાં વીજળીકરણથી લોકોની સારવારમાં મોટો ફાયદો થવાની આશા સેવવામાં આવી રહી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply