Skip to main content
Settings Settings for Dark

શેરડી પકવતા ખેડૂતો માટે કેબિનેટનો મહત્વપુર્ણ નિર્ણય

Live TV

X
  • કેન્દ્રીય મંત્રીમંડળે શેરડીની વાજબી અને લાભદાય કિંમત એટલે કે F.R.P. 20 રૂપિયા વધારીને પ્રતિ ક્વિન્ટલે 275 રૂપિયા કરવાના નિર્ણયને મંજૂરી આપી

    શેરડી પકવતા ખેડૂતો માટે આજે કેબિનેટ દ્વારા મહત્વના નિર્ણય પર મહોર મારવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે શેરડીની વાજબી અને લાભદાય કિંમત એટલે કે F.R.P. 20 રૂપિયા વધારીને પ્રતિ ક્વિન્ટલે 275 રૂપિયા કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી. આ વૃદ્ધિ ઓક્ટોબર મહિનાથી લાગુ પડશે. તો કેન્દ્રીય મંત્રીમંડળે અન્ય મહત્વના નિર્ણયો પણ, લીધા હતા. જે પૈકી અલ્પસંખ્યક વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃતિનો વ્યાપ પણ 2019-20 સુધી વિસ્તારવાના મહત્વના નિર્ણયને પણ મંજૂરી આપવામાં આવી હતી. તો કેબિનેટે મહાત્મા ગાંધીની 150મી જન્મ જંયતી નિમિત્તે પચાસ ટકા જેટલી સજા કાપી ચૂકેલા પ્રૌઢ કેદીઓને મુક્ત કરવાના નિર્ણયને પણ મંજૂરી આપી હતી. સાથે જ કેબિનેટે 12 વર્ષથી ઓછી વયની બાળકીઓ પર દુષ્કર્મ કરનાર ગુનેગારને મોતની સજા આપવાના મુદ્દે સંમતિ આપવામાં આવશે. હવે આ અંગે સંસદમાં કાયદો લાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply