પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના શ્રી અરુલમિગુ રામનાથ સ્વામી મંદિરમાં કરી પૂજા અર્ચના
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના શ્રી અરુલમિગુ રામનાથ સ્વામી મંદિરમાં કરી પૂજા અર્ચના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના રામેશ્વરમમાં ભવ્ય રોડ શો કર્યો હતો. લોકોએ ફૂલોની વર્ષા કરી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી અરુલમિગુ રામનાથ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન તેઓએ ગુજરાતી, આસામી, બંગાળી, કાશ્મીરી અને સંસ્કૃત સહિત વિવિધ ભાષામાં રામકથા સાંભળી હતી. પ્રધાનમંત્રીએ 22 તીર્થમના દર્શન કર્યા હતા અને રામેશ્વરમના દરિયામાં આસ્થાની ડૂબકી લગાવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તમિલનાડુ પ્રવાસનો આજે બીજો દિવસ છે. આ પ્રવાસ દરમિયાન તેમણે રાજ્યના કેટલાંક મહત્વપૂર્ણ મંદિરોમાં પૂજા પાઠ કર્યા હતા. તેઓએ તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં દર્શન કર્યા હતા. મંદિરમાં દર્શન કર્યા પછી પ્રધાનમંત્રી વિદ્વાનો પાસેથી કમ્બા રામાયણમના શ્લોકોનું પઠન પણ સાંભળ્યું હતું.
