Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યું છે કે આપણા દેશના યુવાનોને અરાજકતા પ્રત્યે નફરત છે તેઓ પરિવારવાદ, જાતિવાદ, સ્ત્રી-પુરૂષ જેવા ભેદભાવો પસંદ કરતા નથી

Live TV

X
  • પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, દેશનાયુવાનો દેશના વિકાસને ગતિ આપવામાં સક્રિય ભૂમિકા નિભાવશે. આકાશવાણી પરથી પ્રસારિતકાર્યક્રમ મન કી બાતના 60મા એપિસોડ દરમિયાન લોકો સમક્ષ પોતાનાવિચારો રજૂ કર્યા હતા

    પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, દેશનાયુવાનો દેશના વિકાસને ગતિ આપવામાં સક્રિય ભૂમિકા નિભાવશે. આકાશવાણી પરથી પ્રસારિતકાર્યક્રમ મન કી બાતના 60મા એપિસોડ દરમિયાન લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરતા તેમણે જણાવ્યું કે, જેમનો જન્મ 21મી સદીમાં થયો છે જે આ સદીનામહત્વપૂર્ણ મુદ્દાઓને સમજી મોટા થઇ રહ્યાં છે. આવા યુવાનોને કંઇક નવું કરવાનું અલગ કરવાનું સપનું હોય છે. તેમનાપોતાના મંતવ્યો હોય છે અને ખુશીની વાત છે કે તેઓ વ્યવસ્થાને પસંદ કરે છે. એટલું જનહીં તેઓ વ્યવસ્થાને અનુસરવાનું પણ પસંદ કરે છે અને કયારેક કયાંક કોઇ સિસ્ટમ યોગ્યરીતે કામ ન કરે તો તેઓ હિંમત સાથે સિસ્ટમ અંગે પ્રશ્ન પણ કરે છે. જે એક હકારાત્મકપાસું છે. આપણા દેશના યુવાનોને અરાજકતા પ્રત્યે નફરત છે તેઓ પરિવારવાદ, જાતિવાદ, સ્ત્રી-પુરૂષ જેવા ભેદભાવો પસંદ કરતા નથી. આજે ભારતને આ યુવા પેઢીપાસે ઘણી આશાઓ છે.

    પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આગામી12મી તારીખે સ્વામી વિવેકાનંદનીજન્મજયંતિ છે. જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દરેક યુવાનોએતેમની જવાબદારી માટે વિચાર કરવો જોઇએ.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશના નાગરિકો આત્મનિર્ભર બને અને ગૌરવસાથે જીવે તે દરેક માટે ખૂબ મહત્વનું છે. તેમણે લોકોને ફક્ત સ્થાનિક ઉત્પાદનોખરીદવા અને સ્થાનિક ઉત્પાદનોને ગૌરવ અને પ્રતિષ્ઠા સાથે જોડવા આહવાન કર્યું હતું.આપણે સ્વદેશીની ભાવના સાથે પોતાના સાથી દેશવાસીઓ માટે સમૃદ્ધિ લાવવાનું માધ્યમ બનીશકીએ છીએ. આ સંદર્ભમાં તેમણે ઉત્તરપ્રદેશના ફુલપુરની મહિલાઓનું ઉદાહરણ આપ્યું જેમણે સ્વસહાય જૂથ દ્વારા પગરખા બનાવવાનું કૌશલ્ય શીખ્યા અને બાદમાં ગ્રામીણઆજીવિકા મીશનની મદદથી પગરખાં ઉત્પાદન એકમની સ્થાપના કરી. પ્રધાનમંત્રીએ સ્થાનિક પોલીસ અને તેમનાપરિવારોને અભિનંદન આપ્યા જેમણે આ મહિલા ઉદ્દમીઓ અને તેમના પરિવાર દ્વારા બનાવેલાપગરખાં ખરીદીને પ્રોત્સાહિત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  ઉલ્લેખ કર્યો કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તાજેતરમાં જવિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાતે આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયાનાયડુએ ગુજરાતના કચ્છના રણમાં યોજાયેલા રણોત્સવની મુલાકાત લીધી હતી.વધુમાં તેમણે જણાવ્યું કે, જયારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિદેશના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા હોય છે ત્યારે દેશવાસીઓને પ્રેરણામળે છે. તેમણે લોકોને આ સ્થળોની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.

    આ કાર્યક્રમમાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખગોળશાસ્ત્રમાં પ્રાચીન વિજ્ઞાન અંગે જાણકારી મેળવવા અનુરોધ કર્યો હતો. ખગોળશાસ્ત્રમાં ભારત ઘણું આગળ છે આપણી પાસે પૂણેની નજીક વિશાળકાય મીટરવૅવ ટૅલિસ્કૉપ (Meter Wave Telescope) છે. એટલુંજ નહીં  કોડાઈકેનાલ,ઉદગમંડલમ, ગુરુશિખર અને હાન્લે લદ્દાખમાં પણ શક્તિશાળી ટૅલિસ્કૉપ છે. 2016 માં બેલ્જિયમના તત્કાલીન વડા પ્રધાન અને શ્રી મોદીએ નૈનીતાલમાં 3.6 મીટર દેવસ્થળ ઑપ્ટિકલ ટેલિસ્કૉપનું ઉદઘાટન કર્યું હતું. તેને એશિયાનું સૌથી મોટું ટૅલિસ્કૉપ કહેવાય છે. ઇસરો પાસે ઍસ્ટ્રૉસેટ નામનો એક ખગોળીયઉપગ્રહ છે. સૂર્ય વિશે સંશોધન કરવા માટે ઇસરો ‘આદિત્ય’ નામથી એક અન્ય ઉપગ્રહ પણ પ્રક્ષેપિતકરવાનું છે. ખગોળવિજ્ઞાન વિશે તે આપણું પ્રાચીન જ્ઞાન હોય કે આધુનિક ઉપલબ્ધિઓ આપણે તેમને અવશ્ય સમજવું જોઈએ અને તેના પર ગર્વ કરવો જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply