પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાતચીત
Live TV
-
બંને નેતાઓએ પોતાના દેશમાં કોવિડ-19ના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિ વિશે આપી એકબીજાને જાણકારી, સંકટમાં મદદ માટે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ PM મોદીનો માન્યો આભાર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવના પ્રમુખ ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. કોરોના સંક્રમણ અંગે બંને દેશોમાં પ્રવર્તી રહેલી સ્થિતી અંગે બંને નેતાએ એક બીજાને માહિતગાર કર્યા હતા. સાર્ક દેશો વચ્ચે જે મુદ્દે સહમતી સધાઇ તે તમામનો સક્રીયતાપુર્વક અમલ થઇ રહ્યો છે તે અંગે બંને નેતાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘનીએ પણ કોરોના સંકટનો સામનો કરવા ભારત તરફથી હાઇડ્રોક્સીક્લોરોક્વીન, પેરાસિટોમલ અને ઘઉંનો જથ્થો પૂરો પાડવામાં આવતાં આભાર માન્યો છે. અફઘાન પ્રમુખે ટ્વિટ કરીને આભાર માનતાં પ્રધાનમંત્રી મોદીએ પણ જણાવ્યું હતું કે, બંને દેશો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે અને સંકટના સમયમાં હમેશા સાથે રહ્યા છે.
