મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના મંત્રીમંડળનું થયું વિસ્તરણ
Live TV
-
5 નવા મંત્રીઓએ પદની ગોપનિયતાના લીધા સપથ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શપથ લીધાના 29 દિવસ બાદ મંગળવારે 5 સભ્ય ધરવતા મંત્રીમંડળનું ગઠન કર્યું હતું. કોરોના વાયરસના કહેરને અટકાવવા માટે જાહેર કરેલ લૉકડાઉન વચ્ચે રાજ્યપાલ લાલજી ટંડને રાજભવનમાં એક સામાન્ય સમારોહમાં આ સભ્યોનો પદની ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.
મુખ્યમંત્રીએ જે 5 સભ્યોને પોતાના મંત્રીમંડળમાં સામેલ કર્યા છે તેમાં તુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, નરોત્તમ મિશ્રા, મીના સિંહ તથા કમલ પટેલનો સમાવેશ થાય છે.
